કુંભનાસ્નાન નું રહસ્ય – જેના કારણે વિદેશના સાધુઓ પણ ઘસી આવે છે.

0

હિન્દુ ધર્મનો સૌથી મોટો મેળો કુંભ મેળો સંગમનગરી પ્રયાગરાજમાં શરૂ થઇ ગયો છે. આ મેળામાં લાખો તીર્થયાત્રી શામેલ થવાના છે. કુંભ મેળામાં સૌથી વધુ મહત્વ છે કુંભનું સ્નાન. એવું માનવામાં આવે છે કે કુંભનું સ્નાન સ્વર્ગના દ્વાર ખોલે છે. એવું પણ માનવામાં આવે છે કે કુંભ સ્નાન પ્રકાશ તરફ લઇ જાય છે.

પ્રયાગરાજમાં કુંભ મેળો ૧૪મી જાન્યુઆરી થી શરૂ થઇ માર્ચ-૨૦૧૯ (શિવરાત્રી) સુધી ચાલશે. આ એક એવું સ્થાન છે જયાં બુધીમત્તાનું પ્રતિક સૂર્યનો ઉદય થાય છે. હિન્દુ ધર્મની માન્યતા મુજબ ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં ડુબકી લગાવવાથી પોતાના સમસ્ત પાપો ધોવાઇ જાય છે પવિત્ર ગંગામાં ડુબકી લગાવવાથી અને તેના પૂર્વજ દોશમુકકુંભનું સ્નાન જન્મ અને મૃત્યુના ચક્રથી મુકિત અપાવે છે. આ સ્નાન માટે ખાસ કરી ને ભારત તથા દેશ – વિદેશના સાધુઓ પણ અહી આવે છે.

પ્રયાગરાજના કુંભ મેળામાં દરેક શાહી સ્નાનનું અલગ મહત્વ હોય છે. પ્રથમ સ્નાન મકરસંક્રાંતિના દિવસે થાય છે. તેને શાહી સ્નાન કે રાજયોગી સ્નાન કહેવાય છે. આ શાહી સ્નાન માટે દેશ-વિદેશ ના સાધુઓ પણ ભારતમાં ઘસી આવે છે. જેમાં મહિલા સાધ્વીઓ પણ જોવા મળે છે. જે નીચેના ફોટો માં જોઈ શકાય છે.

વિદેશી મહિલા સાધ્વીઓ કુંભના સ્નાન માટે ભારતમાં

આ વર્ષે (૨૦૧૯) શાહી સ્નાન ૨૧ જાન્યુ., ૩૧ જાન્યુ., ૪ ફેબ્રુ., ૧૦ ફેબ્રુ. વસંત પંચમી, ૧૬ ફેબ્રુ. ૧૯ ફેબ્રુ. અને ૪ માર્ચ મહાશિવરાત્રીએ થશે. પ્રયાગરાજના કુંભ મેળાની બધી તૈયારીઓ થઇ ચુકી છે.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here