જાણો કુંભમેળામાં સ્નાન કરતી મહિલાઓની થતી ફોટોગ્રાફી વિશે

0

કુંભમેળામાં સ્નાનકરતી મહિલાઓની ફોટોગ્રાફી પર હાઈકોર્ટનો ચુકાદો.

પ્રયાગરાજમાં કુંભમેળાનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે અહિયાં કુંભનાસ્નાન નું ખુબજ મહત્વ છે જેના કારણે દેશ-વિદેશના અનેક સાધુઓ પ્રયાગરાજ આવી પહોચે છે. આ કુંભમેળો માર્ચ એટલેકે શિવરાત્રી સુધી ચાલવાનો છે.

પ્રયાગરાજમાં આવતા મોટાભાગના ભક્તો-સંતો કુંભસ્નાનનો લાભ તો અચૂક લે છે. પરંતુ ઘણા સમયથી સોશીયલમીડિયા અને ડીઝીટલ મીડિયા માં સ્ત્રી-સાધ્વીઓ કે સ્ત્રી-ભક્તોના સ્નાન કરતા ફોટો અને વિડીઓ વાયરલ થતા જોવા મળે છે. આ મુદ્દે અસીમ કુમારે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને હાઈકોર્ટે સ્નાનઘાટની આસપાસ 100મીટર સુધી ફોટોગ્રાફી પ્રતિબંધ વિસ્તાર જાહેર કર્યો હતો અને મીડિયાને પણ કડક શબ્દોમાં ફોટોગ્રાફી પ્રતિબંધનું પાલન કરવા જણાવ્યું હતું.

હાઈકોર્ટે આ મુદ્દે જણાવ્યું હતું કે સ્નાનઘાટની આસપાસ 100મીટર સુધીમાં ફોટોગ્રાફી પર પ્રતિબંધ હોવા છતાં ઇલેક્ટ્રોનિકમીડિયામાં ફોટોવાયરલ થતા જોવા મળે છે. જો હવે આ ફોટા વાયરલ થતા જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને આ બાબતે કુંભમેળાના અધિકારીઓને પણ સુચના આપી હતી કે તેઓ ફોટોગ્રાફી પ્રતિબંધનો ચુસ્ત પણે પાલન કરે.

 

હવે આ નિયમનું પાલન થાય છે કે નહિ એ તો જોવું જ રહ્યું. પરંતુ આ નિયમ ના પાલનથી દેશ વિદેશની મહિલાઓ ને જરૂર રાહત નો અહેસાસ થતો હશે.

Image Source : topyaps.com

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here