નરેન્દ્ર મોદીએ રૂ.2400માં ખાદીની કોટી ખરીદી શોપિંગ ફેસ્ટિવલમાંથી, કાર્ડથી કર્યું પેમેન્ટ

0

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદમાં નવી વીએસ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. ત્યાર બાદ તેમણે શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કર્યો. ખરીદવા આવ્યા હોય તો ખાલી હાથે ન જવાય આ કહેવત સાચી ઠરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સ્ટોલમાંથી 3000 રૂપિયાની ખાદીની કોટીમાં 20 ટકા ડિસ્કાઉન્ટ મેળવીને 2400 રૂપિયાનું બિલ કાર્ડથી ભર્યું હતું.

તલવાર જોઈ કહ્યું લડવા માટે છે ? સ્ટોલ માલિકનો જવાબ- બુઠ્ઠી છે

તેમજ પોરબંદરના પાલખડાના સ્ટોલની મુલાકાત લીધી હતી. બામ્બૂ વર્કની તલવાર હાથમાં લઈ ને જોઈ હતી. સ્ટોલના માલિક ક્રિશ્ચન એંથોની જોસેફની આ કલાના વખાણ કરતા કહ્યું હતું કે ખૂબ સરસ નકશીકામ કર્યું છે. નરેન્દ્ર ભાઈ મોદી એ પૂછ્યું કે આ લડવા માટે છે ? ત્યારે સ્ટોલ માલિકે જવાબ આપ્યો ના સાહેબ આ બુઠ્ઠી તલવાર છે. ત્યારે તેમણે કહ્યું ખુબજ સરસ છે.

પીએમ મોદીએ ટ્રેડ શો, SVP હોસ્પિટલ અને શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો

2 લાખ ચોરસમીટર વિસ્તારમાં ફેલાયેલો દેશના સૌથી મોટા ટ્રેડ શોનો પ્રારંભ કરાયો હતો. આ પ્રકારની વ્યવસ્થા વિદેશમાં હોય છે. પુરાતન અને આધુનિક સંસ્કૃતિનો સમન્વય, સામૂહિકતાની એક તાકાત હોય છે. ટ્રેડ શોમાં 1200 સ્ટોલ છે. પ્રથમવાર યોજાનાર બાયર-સેલર્સ મીટમાં દેશ-વિદેશના 1500 બાયર- સેલર ભાગ લઇ રહ્યા છે. જેમની વચ્ચે 10,000 જેટલી બેઠકો યોજાશે. જેમાં 2,000 કરોડથી વધુનો વ્યાપાર થવાની શક્યતા છે.

MOST POPULAR

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here