પાકિસ્તાનઆર્મી એ અભિનંદન પૂછેલા પ્રશ્નો નો ખુલાસો. જાણો શું પ્રશનો પૂછવામાં આવ્યા હતા?

0

ભારતીય પાઈલોટ અભિનંદન પાકિસ્તાન આર્મીના હાથમાં

ભારતે પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઇકમાં ભારતીય પાઈલોટ અભિનંદન તારીખ ૨૭ ફેબ્રુઆરીથી ગાયબ હતા. અને પાકિસ્તાન તરફથી પણ જાહેરાત થઇ હતી કે 2 ભારતીય પાયલોટ પાકિસ્તાનના કબ્જામાં છે. પરંતુ પાકિસ્તાન તરફથી આપવામાં આવેલું આ સ્ટેટમેન્ટ ખોટું ઠર્યું હતું. જેનો પાકિસ્તાન સરકારે ૫ કલાક બાદ સ્વીકાર કરવો પડ્યો હતો. કારણકે પાકિસ્તાન પાસે 2 પાઈલોટ હતા તેમાંથી એક પાઈલોટ તેમનો પોતાનો હતો જેને ભારતીય પાઈલોટ બતાવીને પોતાની પ્રસિદ્ધિ જાહેર કરી હતી. પાકિસ્તાન આર્મી પોતાના જ પાઈલોટને ઓળખવામાં સક્ષમ નીવડી નહતી.

ભારતીય પાઈલોટ અભિનંદન પાકિસ્તાનના હાથમાં છે તે ભારત સરકારે પણ જાહેર કર્યું હતું. અને પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે પાઈલોટને અત્યારે જ પાછો આપી દે, અને પાઈલોટ ને કઈ પણ થવુંના જોઈએ. ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુ સેના એ પાકિસ્તાનના આતંકી અડ્ડા જશ પર હુમલો કર્યો હતો. પાકિસ્તાનની જનતા પર કે પાકિસ્તાની આર્મી પર કોઈ હુમલો કરવામાં આવ્યો નથી. આ બાબતના પુરાવા પાકિસ્તાનને આપવામાં આવ્યો છે.

પાઈલોટ અભિનંદનના વિડીઓ થયા વાઈરલ

પાકિસ્તાન તરફથી ભારતીય પાઈલોટના ઘણા વિડીઓ વાઈરલ કરાયા હતા. પાકિસ્તાન આર્મી એ અભિનંદનને પોતાની કેદમાં રાખ્યા પછી જે વિડીઓ બનાવવામાં આવ્યો હતો, તેમાં અભિનંદન ચા પીતા જોવા મળે છે. અને પાકિસ્તાની આર્મીના ઓફિસર તેમને અમુક વ્યક્તિગત સવાલ પૂછે છે. જેનો અભિનંદન જવાબ આપે છે અને એમ પણ કહે છે કે પાકિસ્તાન આર્મી એ તેના સાથે સારું વર્તન કર્યું છે.

પાકિસ્તાન આર્મીએ પૂછ્યા અભિનંદનને પ્રશ્નો

પાકિસ્તાન તરફ થી કરવા માં આવેલા સવાલોમાં નીચે મુજબના સવાલો પૂછ્યા હતા.

 1. તમને પાકિસ્તાન આર્મીનું વર્તન કેવું લાગ્યું?

  આ સવાલ નો  જવાબ આપે છે કે પાકિસ્તાન આર્મીનું વર્તન સારું હતું અને જો મને ભારત પાછો મોકલવામાં આવશે તો પણ હું સ્ટેટમેન્ટ બદલીશ નહિ. કેપ્ટનથી લઈને બધા જ સૈનિકોનું  વર્તન સારું હતું જેમણે મને રેસ્ક્યુ કરી ને બહાર કાઢ્યો અને રાખ્યો.

 2. તમે ભારતના કયા સ્થળેથી આવો છો?

  શરૂઆતમાં પાઈલોટ અભિનંદન કહે છે કે મેજર મને માફકરો પણ હું આ જવાબ નહિ આપી શકું. પણ હું સાઉથ બાજુ થી આવું છું.

 3. અને શું તમે પરણિત છો?

  પાઈલોટ અભિનંદન :હા હું પરણિત છું.

 4. મને આશા છે કે ચા સારી હશે. . .

  અભિનંદન નો જવાબ : ચા ખુબ સારી છે. આપનો આભાર.

 5. તમે કયું વિમાન ચલાવતા હતા ?

  અભિનંદન : મેજર મને માફ કરો પણ હું આ જવાબ નહિ આપી શકું. મને આશા છે કે તમને ખબર પડશે.

 6. અને મિશન શું હતું?

  દેશભક્ત અભિનંદનનો જવાબ : મને માફ કરો પણ હું આ જવાબ નહિ આપી શકું.

આ જવાબો અને વિડીઓ પરથી લાગે છે કે પાઈલોટ અભિનંદન પાકિસ્તાનમાં સુરક્ષિત હશે.

૨૮ ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાહેર કર્યું હતું કે ભારતીય પાઈલોટને પરત કરીશું. આ પરિસ્થિતિ પરથી સ્પષ્ટ પણે જોઈ શકાય છે, કે પાકિસ્તાન પર હવે ભારત પુર જોશમાં એક્શન લેવા માટે તૈયાર છે. અને પાકિસ્તાનને પણ નમતું રાખવું પડે છે.

 

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here