બહેનપણી ના દુઃખ ના કારણે આપઘાત – ચાર યુવતીઓ એ નર્મદા કેનાલ માં ઝંપલાવ્યું

0

વાવ તાલુકાના દેથળી ગામની 4 યુવતીઓએ દેવપુરા નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો છે. જેના નામ આ મુજબ છે. 

  • મિનાક્ષી અરજણભાઈ ઠાકોર (ઉ.વ. 20)
  • જમના સગરામભાઈ ઠાકોર (ઉ.વ. 20)
  • શીલા સગરામભાઈ ઠાકોર (ઉ.વ. 18)
  • હકીબેન પોપટભાઈ ઠાકોર (ઉ.વ. 16)

જેમાં ત્રણ પરિણીત અને એક અપરિણીત હોવાનું અનુમાન છે. કેનાલ પાસે મળેલી સુસાઈડનોટમાં જણાવ્યા પ્રમાણે એક યુવતી એ  બીમારી ના કારણે તો બીજી એ સારો પતિ ના મળવાથી આપઘાત કર્યો હતો. જયારે અન્ય બે યુવતીઓ એ આ બંને યુવતીઓના વિરહમાં આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે.

ઘટનાની જાણ થતાં વાવતાલુકાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ફાયરબ્રિગેડ અને પોલીસ સહિત અન્ય લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા.

ચાર યુવતીઓના ડૂબવાના સમાચાર મળતાજ ફાયર ના જવાનો અને અન્ય તરવૈયાઓ તેમને શોધવામાં લાગી ગયા હતા.

આ ચાર યુવતીઓ ઠાકોર સમાજની હોવાનું જણાવવામાં આવ્યું છે અને ચારે યુવતીઓ એક બીજા ની બહેનપણી હોવા નું પણ અનુમાન સુસાઈડ નોટ પર થી કરી શકાય છે.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here