આપણે કાચી કેરીનુ શાક બનાવવાની રેસીપી જોઈએ. આ સાઉથ ઈંડિયનની જાણીતી ડિશ છે. આ શાક કાચી કેરીમાંથી બનાવાય છે. ગુજરાતમાં પણ આ શાક પ્રખ્યાત છે જે થેપલા કે મુઠિયા સાથે ખાઈ શકાય છે.

સામગ્રી –

  • કાચી કેરી 1 કપ
  • સમારેલો ગોળ 1/2 કપ
  • લાલ મરચુ 3-4 ચમચી
  • રાઈ 1/2 ચમચી
  • કઢી લીમડો 9-10
  • છીણેલુ નારિયળ 1/2 કપ
  • લીલા ધાણા 4-5
  • મીઠુ સ્વાદમુજબ.

 

 

બનાવવાની રીત –

કાચી કેરીનુ શાક બનવવા માટે સૌ પહેલા એક વાડકામાં પાણી ભરી લો. પછી તેમા સમારેલી કાચી કેરીના ટુકડા નાખો.હવે તેને ગેસ પર ત્યા સુધી ઉકાળો જ્યા સુધી કેરી બફાઈ ન જાય.

હવે એક વાડકામાં પાણી લો અને ગોળ નાખીને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.  પેસ્ટ બનાવ્યા પછી તેને ગાળીને અલગ મુકી દો.  હવે જોઈ લો કે ગેસ પર મુકેલી કેરી બફાય ગઈ છે કે નહી. જો બફાય જાય તો તેનુ પાણી નિતારી તેને અલગ મુકો અને મિક્સરના જારમાં નાખીને વાટી લો.

ત્યારબાદ મિક્સરમાં લાલ મરચુ અને નારિયળની પણ પેસ્ટ બનાવી લો.  હવે એક પેનમાં થોડુ તેલ ગરમ કરીને તેમા રાઈ અને કઢી લીમડો નાખો.

પછી તેમા ગોળવાળુ પાણી અને કેરીની પેસ્ટ નાખી ઉકાળો. તેમા એક કપ પાણી અને થોડુ મીઠુ નાખો. પછી મરચુ અને નારિયળની પેસ્ટ નાખી ઉકાળી લો.

તમારુ કાચી કેરીનુ શાક બનીને તૈયાર છે. તમે ખીચડી અને રોટલી સાથે ખાઈ શકો છો.

આ રેસીપી વિષે આપના અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં લખવા નું ભૂલતા નહિ. અને જો આપના પાસે પણ કોઈ સ્પેશીયલ રેસીપી હોય તો અમને thegujjuadda@gmail.com પર ઈ-મેલ કરો. અમે આપની રેસીપી આપના નામ સાથે અમારી વેબસાઈટ પર મુકીશું.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here