જેઠાલાલ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી આગળ ચગાવ્યો પતંગ. તારક મહેતા કા ઉલટા ચશ્મા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શુટિંગ કરનારી પહેલી સીરીયલ બની.

0

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલી એવી સીરિયલ છે, જેણે ગુજરાતમાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં જઈને શૂટિંગ કર્યું હતું. અહીંયા ‘તારક મહેતા’ની સ્ટાર-કાસ્ટે પતંગ ઉડાવ્યા હતાં અને ધમાલ મસ્તી કરી હતી. જેઠાલાલનો એક મિત્ર ગોકુલધામના સભ્યોને ઉત્તરાયણ પર વડોદરા જવાનું આમંત્રણ આપ્યું હતું અને તમામ ત્યાં જવા માટે તૈયાર થઈ ગયા હતાં.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોઈ થયા આશ્ચર્યચકિતઃ
ગોકુલધામ સોસાયટીના સભ્યો સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. ભીડે એટલે કે મંદાર ચંદવકરે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ બનાવેલું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એક ગર્વનું ચિહ્ન છે. તો પત્રકાર પોપટલાલ એટલે કે શ્યામ પાઠકે કહ્યું હતું કે આ સુંદર અનુભવ રહ્યો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહેલી ટીવી સીરિયલ છે, જેનું શૂટિંગ અહીંયા થયું છે. આ વાત તેમના માટે ગર્વ છે.

જેઠાલાલ સ્ટેચ્યૂ જોઈને નવાઈમાં મૂકાઈ ગયા હતાં. તેઓ અહીંયા આવીને ઘણાં જ ખુશ જોવામળ્યાં હતાં. બાઘા માટે આ ટ્રિપ એક પિકનીકની જેમ હતું. તેના મતે આ સ્ટેચ્યૂ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ આખા ભારત માટે સન્માનનો વિષય છે. તમામ કલાકારોએ હેલિકોપ્ટરમાં બેસીને નર્મદા ડેમ તથા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો નજારો માણ્યો હતો. સીરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું હતું કે શૂટિંગ સમયે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યાં હતાં પરંતુ અંતે બધુ જ વ્યસ્થિત રીતે થઈ ગયું હતું

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here