Saheb – “સાહેબ” – મલ્હાર ઠક્કર ની વધુ એક ગુજરાતી મુવી નું ટીસર રીલીસ.

0
158

Saheb – સાહેબ અંદોલન પર એક ગુજરાતી ફિલ્મ

Saheb – સાહેબ મલ્હાર ઠક્કર ગુજરાતી ફિલ્મો નો સલમાન ખાન કે શાહરૂખ ખાન કહી શકાય. કારણ કે મલ્હાર ઠક્કરની એક પછી એક સુપરહિટ ગુજરાતી ફિલ્મો રીલીસ થતી જ જાય છે. આપણને જાણતા આશ્ચર્ય થશે કે છેલ્લો દિવસ પછી મલ્હાર ને કુલ ૪૫ મુવી ની ઓફર આવી છે.

આમાં ની જ એક ફિલ્મ એટલે Saheb – સાહેબ

Saheb - Gujarati Movie Poster
Saheb – Gujarati Movie Poster

જેમાં મલ્હાર ઠક્કર તથા કિંજલ રાજપ્રિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત નિસર્ગ ત્રિવેદી અને અર્ચન ત્રિવેદી પણ જોવા મળશે. ટીસર પરથી સ્પષ્ટ જોવા મળે છે કે આ ફિલ્મ આંદોલન પર બનાવવા માં આવ્યું છે. જેનો એક ડાઈલોગ ખુબ પોપ્યુલર બની ચુક્યો છે.

“ એવું જરૂરી નથી કે દરેક આંદોલનમાં થી એક નેતા નીકળી આવે ”.

વાત પણ સાચી છે. સ્કુલ કે કોલેજ લેવલ ના આંદોલનોમાં થી પણ કોઈ નેતા નીકળી નથી આવતો.

આ ટ્રેલર પર થી લાગે છે કે મલ્હાર એક કોલેજ લેવલ પર કોઈ મુદ્દા પર આંદોલન કરે છે અને પોતે સ્ટુડન્ટ છે અને પોતાના પ્રોફેસર એટલે કે સાહેબ ને ચેલેન્જ આપતો હોય એવું લાગે છે. આંદોલન પર ની આ ફિલ્મ ફેબ્રુઆરી ૨૦૧૯ માં થીએટરો માં જોવા મળશે. હવે જોઈએ કે આ મલ્હાર સાહેબ નું સાહેબ કેવો રંગ લાવે છે. . .

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here