આરોહી અને ગુજ્જુભાઈ ની નવી ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએ ૧ ફેબ્રુઆરી એ રીલીસ થશે.

0

Chal Jivi Laie નામ ના ટાઈટલ સાથે ગુજ્જુભાઈ એક વખત ફરીથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ફરીથી જીવવા માટે આવી રહ્યા છે. મિત્રો ગુજ્જુભાઈ ને આજ કાલ બધા ઓળખે છે. ગુજ્જુભાઈ એ પ્રથમ ગુજરાતી ફિલ્મ ગુજ્જુભાઈ ધ ગ્રેટ સફળતા પૂર્વક લોન્ચ કર્યા પછી એક પછી એક બધી ગુજરાતી ફિલ્મો રીલીસ થવા લાગી છે. ત્યારે ગુજ્જુભાઈ એટલેકે સિધ્ધાર્થ રાંદેરિયા ફરી થી એક મુવી RJ ANTARA એટલે કે આરોહી પટેલ તથા યશ સોની સાથે Chal Jivi Laie ટાઈટલ સાથે ૧ ફેબ્રુઆરી ૨૦૧૯ માં રીલીસ કરવા જઈ રહ્યા છે. જેનું ટ્રેલર ૭ જાન્યુઆરી ૨૦૧૯ ના દિવસે રીલીસ કરવામાં આવ્યું છે.

Chal Jivi Laie ફિલ્મ વિષે:

કોકોનટ મોશન્સ પિકચર્સ અને રશ્મિન મજિઠિયા દ્વારાનિર્મિત આ ફિલ્મ ઉત્તરાખંડમાં શૂટ થઇ છે. આ ફિલ્મ એક રોડટ્રીપ કોન્સેપ્ટ આધારિત છે જે આજ સુધી કોઈએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નથી બનાવી. આ ફિલ્મ ગુજ્જુભાઈ ની છે એટલે કોમેડી તો હોય જ. ઘણા કોમેડી ડાઈલોગ ટ્રેલરમાં પણ જોવા મળે છે જેમ કે

ગુજરાતીઓ પાસે બધા પ્રોબ્લેમ નું સોલ્યુશન હોય. શરત એટલી છે કે પ્રોબ્લેમ બીજાના હોવા જોઈએ.

Chal Jivi Laie ફિલ્મની સ્ટોરી :

Chal Jivi Laie
Chal Jivi Laie

આ ફિલ્મ માં ગુજ્જુભાઈને યશ સોની ના પિતા નો રોલ નિભાવતા જોવા મળશે. અને યશ સોની જેનું નામ આ ફિલ્મમાં આદિત્ય છે તે એક નેટવર્કિંગ કમ્પનીનો માલિક બતાવવામાં આવ્યો છે. જેને પોતાના પિતા માટે સમય નથી. પિતા અને પુત્ર બંને રોડટ્રીપ પર ઉત્તરાખંડ જાય છે અને ત્યાં તેમને આરોહી રસ્તા પર મળી જાય છે. આગળ જતા ગુંડાઓ પૈસા માટે ગુજ્જુભાઈ નું અપહરણ કરે છે. આગળ શું થાય છે તેના માટે ફિલ્મ જોવી જ પડશે. તો તૈયાર થઇ જાઓ ૧ ફેબ્રુઆરી ૨૦૧૯ માટે.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here