URI – The Surgical Strike Film Review In Gujarati

0

Movie Title :   URI – The Surgical Strike
Rating :  Uri: The Surgical Strike (2019) on IMDb
Writer: Aditya Dhar
Director: Aditya Dhar

Cast :

  • Vicky Kaushal As Major Vihan Singh Shergill
  • Paresh Rawal As Govind Bhardwaj
  • Yami Gautam As Pallavi Sharma / Jasmine
  • Mohit Raina As Major Karan Kashyap
  • Kirti Kulhari As Seerat Kaur
  • Rajit Kapoor As Prime minister of India
  • Ivan Rodrigues As Brian D’souza

ફિલ્મ વિશે:

સર્જિકલ સ્ટ્રાઈકની વાસ્તવિક ઘટના પર આધારિત ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઈક ફિલ્મની શરૂઆત ઈન્ડિયન આર્મીમાં મણિપુરના ચંડેલ જિલ્લામાં થયેલા ભયાનક હુમલાથી થાય છે. 4 જૂન 2015ના રોજ થયેલા આ હુમલાનો ઈન્ડિયન આર્મીએ 10 જૂન 2015ના રોજ એવો જડબાતોડ જવાબ આપ્યો હતો કે દુશ્મનદેશ આજની તારીખે તેના આઘાતમાંથી બહાર નથી આવ્યો. ફિલ્મમાં આ ઓપરેશન મેજર વિહાન શેરગિલના નેતૃત્વમાં હાથ ધરાયુ હતુ જેનો રોલ વિકી કૌશલ ભજવી રહ્યો છે. આ ફિલ્મનું સૌથી સારું પાસુ એ છે કે તે દેશભક્તિથી છલોછલ બીજી ફિલ્મોની સરખામણીમાં અલગ બની છે.

ફિલ્મની સ્ટોરી :

વિહાન શેરગિલ શરૂઆતમાં બોર્ડર પર તૈનાત હોય છે. અને પોતે વોર-પ્લાનિંગમાં માસ્ટર હોય છે. પરંતુ તેની માતાની તબિયત ખરાબ હોવાના કારણે પોતે દિલ્લી ટ્રાન્સફર લે છે. આ ફિલ્મમાં પર્સનલ લાઈફ ને વધારે કવર કરવામાં આવી છે.વિહાન શેરગિલના બનેવી એટલે કે જીજાજી પણ આર્મીમાં હોય છે અને એક મિશનપૂરું કર્યા પછી દુશ્મન ના હાથમાં થી બંદુક લેવા જતા બંદુક સાથે દોરીથી કનેક્ટ કરેલો બોમ્બ ફૂટે છે અને તે શહીદ થાય છે. જેના કારણે વિહાન શેરગિલને ખુબ મોટો સદમો લાગે છે અને પોતાની બહેન અને ભાણીની જવાબદારી પણ વધી જાય છે. ઇન્ડીયન આર્મી જયારે શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે તે સીન ખુબજ હૃદય સ્પર્શી છે જેમાં વિહાન આર્મી ઓફિસર તરીકે ઉભો હોય છે પણ પોતાના બનેવી ખાસ મિત્ર ને ગુમાવવા નું ખુબ દુખ હોય છે. ત્યાર બાદ મિશનની તૈયારીમાં માસ્ટરી હોવાના કારણે પોતે દુશ્મનો નો બદલો લેવા માટે સર્જિકલ સ્ટ્રાઈકના મિશનમાં જોડાવવા માટે પોતાના સાહેબ ને વિનંતી કરે છે અને પોતે સર્જિકલ સ્ટ્રાઈકનું મિશન સંભાળે છે. અને પોતે જવાનો ને કરેલા વાયદા પ્રમાણે સર્જિકલ સ્ટ્રાઈક પૂરી કરીને બધા જવાનોને જીવતા પાછા લાવે છે.

કલાકારો ની એક્ટિંગ :

અભિનયની વાત કરીએ તો વિકી કૌશલ તેના પાત્રમાં ઊંડાઈ લાવવામાં સફળ ગયો છે. અમુક સીનમાં તે કાચો પડે છે પણ સરવાળે તેણે મેચ્યોર પરફોર્મન્સ આપ્યું છે. યામી ગૌતમ ફિલ્મમાં એજન્ટના રોલમાં નબળી પડે છે. પરેશ રાવલની ભૂમિકા દેશના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભલ પર આધારિત છે પરેશ રાવલની એક્ટિંગ સારી છે અને તે આખી ફિલ્મનું સૌથી સારું પાસુ છે. એરફોર્સ પાઈલટ તરીકે ક્રિતી કુલ્હારીની ભૂમિકા ઓછી છે.

ફિલ્મ ને અંતે ફિલ્મનો હીરો મિશન પરથી તેના બધા જ માણસોને જીવતા પાછા લાવવાનું વચન પાળે છે. એક્શન મૂવી ગમતી હોય તો આ ફિલ્મ સારી છે.

Movie Trailer

MOST POPULAR

HOT NEWS

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here