અભિતાભ બચ્ચન અને તાપસી પન્નુની નવી મુવી બદલા મુવીનું પોસ્ટર અને ટ્રેલર રીલીસ.

0

અભિતાભ બચ્ચન અને તાપસી પન્નુની નવી મુવી બદલા મુવીનું પોસ્ટર અને ટ્રેલર રીલીસ.

અભિતાભ બચ્ચન અને તાપસી પન્નુની નવી મુવી બદલા ૮ માર્ચ ૨૦૧૯ના દિવસે આવી રહી છે જેનું ટ્રેલર પણ ૧૨ ફેબ્રુઆરી ના રોજ આવી ગયું છે. અને સોશીયલ મીડિયા પર તેમની ફિલ્મ બદલાનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ફિલ્મના ડિરેક્ટર સુજોય ઘોષ છે. લીડ એક્ટર અમિતાભ બચ્ચન અને તપસી પન્નુ છે. આ ફિલ્મ થિયેટરમાં 8 માર્ચે રિલીઝ થશે. આ ફિલ્મ 2016ની સ્પેનિશ ફિલ્મ કોન્ટ્રાટેઈમ્પો (ધ ઇન્વિઝિબલ ગેસ્ટ)ની રિમેક છે. આ ફિલ્મને શાહરુખ અને ગૌરી ખાનની રેડ ચીલીસ એન્ટરટેઇન્મેન્ટ અને એઝ્યોર એન્ટરટેઇન્મેન્ટ પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

તો જુઓ આ મુવી નું ટ્રેલર :

આ મુવીના ટ્રેલર ની શરૂઆત અમિતાભ બચ્ચનના એક જબરદસ્ત ડાઈલોગ થી થાય છે.

બદલા લેના હર બાર સહી નહીં હોતા, લેકિન માફ કર દેના ભી હર બાર સહી નહીં હોતા.

આ ટ્રેલર જોઈને એવું લાગે છે કે અમિતાભ બચ્ચન જેનું નામ કદાચ બાદલ ગુપ્તા છે તે વકીલ હોય છે અને તાપસી પન્નુના કોઈ કેસની તપાસ કરી રહ્યા હોય. તાપસી પન્નુ એક પરણિતા હોય છે અને તેને એક છોકરી પણ હોય છે છતાં તે એક અર્જુનનામ ના છોકરા સાથે ૩ મહિનાથી રહેતી હોય છે અને આ વાત બ્લેકમેલિંગમાં પરિવર્તિત થાય છે અને એક મર્ડર થાય છે. આ કેસમાં તાપસી પન્નુ ફસાતી જાય છે અને અમિતાભ બચ્ચન એટલે કે બાદલ ગુપ્તા તેના વકીલ તરીકે મદદ કરે છે. ટ્રેલર પર થી તો આવી જ સ્ટોરી જોવા મળે છે પરંતુ કલાઇમેકસ તો ફિલ્મ આવ્યા પછી જ ખબર પડશે.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here